બગસરાના હામાપુર ગામે છ મહિના પહેલા બાઈક આપવાની ના પાડ્યાના મનદુઃખમાં યુવકને ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢમાર મારવામાં આવ્યો હતો. જેને લઈ ઠાકરશીભાઈ શામજીભાઈ ગોહીલ (ઉ.વ.૪૧)એ શિવાભાઈ વાસુરભાઈ મોડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમણે આરોપીને છ મહિના પહેલા પોતાની મોટર સાયકલ આપવાની ના પાડી હતી. જેનું મનદુઃખ રાખી જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકાપાટુ માર્યા હતા તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એચ. મીગ વધુ તપાસ કરી રહ્યા છે.








































