થડનો કોહવારો: આ રોગ ‘કોલર રોટ’ ‘મૂળનો કોહવારો જેવા નામોથી ઓળખાય છે. પપૈયાની ખેતી કરતા વિસ્તારમાં આ રોગ જોવા મળે છે. ખાસ કરીને રોપણ બાદ શરૂઆતની અવસ્થામાં આ રોગ આવતો હોઈ પુરેપુરો પાક નિષ્ફળ જાય છે. જેથી ઘણું નુકસાન થાય છે. આ રોગની શરુઆત થડ અને જમીનની સપાટીથી સહેજ ઉપરની જગ્યાએ પાણી પોચા ધાબાથી થાય છે. સમય જતા ઓછો રોગિષ્ટ ભાગ બદામીથી કાળાશ પડતો થઈ સડી જાય છે. આવા રોગમાં લાગેલ છોડના ઉપરના પાન ધીમે ધીમે પીળા પડી સૂકાઈ છેવટે ખરી પડે છે. ફળ પણ ચીમળાઈને ખરી પડે છે. મૂળ સડો થવાથી જમીન સાથેનો સંપર્ક છોડી દે છે અને આખરે આખો છોડ નીચે ઢળી પડે છે. જમીનજન્ય ફૂગથી થતા આ રોગને વરસાદવાળા વાતાવરણ સાથે ૩ સે. તાપમાન વધુ અનુકૂળ આવે છે. પાછલા પાકના અવશેષોથી પણ આ રોગ ફેલાય છે.
નિયંત્રણ: સારી નિતારશક્તિ ધરાવતી જમીનમાં રોપણી કરવી અથવા તો જમીનની નિતારશક્તિ વધારવી, રોગિષ્ટ છોડનો સત્વરે ઉખાડી નાશ કરવો. બીજને થાયરમ ૩ ગ્રામ/ કિ.ગ્રા. બીજ પ્રમાણે પણ આપવો. બોર્ડો મિશ્રણ ૧.૫ ટકા બનાવી જમીનમાં થડ નજીક આપવું. આ રોગ ધરૂવાડિયામાં પણ આવતો હોવાથી જે જગ્યાએ ધરૂવાડીયું બનાવવાનું હોય તે માટી રોગમુક્ત વાપરવાથી અથવા તે જમીન પર સૂકાયેલ જડીયા ઘાસ પાન વગેરે બાળવા અથવા જમીન સૂર્યપ્રકાશમાં સારી રીતે તપાવવી ધરુંમૃત્યુ રોગ જણાય તો બોર્ડે મિશ્રણ ૧ ટકાનું દ્રાવલ ૩ લિટર પ્રતિ ચો.મી. પ્રમાણે ધરૂવાડીયામાં રેડવું તેમજ કોહવાયેલ છોડને વીણી દૂર કરવા. મોટા છોડના થડની ફરતે પાળા
ચડાવવા જેથી થડ સીધા પાણીના સંપર્કમાં ન આવે. અસરગ્રસ્ત છોડના થડ અને જમીનમાં મૂળ ભીંજાય એ રીતે કોપર ઓસીકલોરાઈડ કે મેટાલેશીલ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી આપવી.
કાલ્વ્રણ (એન્જેનોઝ): આ રોગ ફૂગથી થાય છે. સામાન્ય રીતે ફૂગનું આક્રમણ ફળ પર જોવા મળે છે. રોગની શરૂઆત પાકટ ફળ પર પાણી પોચા ટપકો સ્વરૂપે જોવા મળે છે. જેમ જેમ રોગની તીવ્રતા વધે છે તેમ તેમ ફળ પર આ ગાંઠા મોટા થાય છે, જેનો રંગ બદામીથી કાળાશ પડતો હોય છે. આવા ટપકા/ચાઠા કોઈક વખત પ સે.મી. ના પણ જોવા મળે છે. આ ઉપરાંત જૂના ટપકા/ચાઠા મધ્યમાં ગુલાબી રંગનું ફૂગનું વર્ધન જોવા મળે છે. આ ફૂગનો વિકાસ ફળની અંદર થતી રોગિષ્ટ ફળ પોચું પડે છે. તેમજ તેમાંથી ખરાબ વાસ આવે છે. કોઈ વખત નીચેના પાન તેમજ પર્ણદંડ પર પણ આ ફૂગનું આક્રમણ જોવા મળે છે. આ રોગને ભેજવાળું વા:તાવરણ વધુ અનુકૂળ આવે છે.
નિયંત્રણ: રોગિષ્ટ પાન દૂર કરી તેનો નાશ કરવો. કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ લિટર અથવા તો મેન્કોઝેબ ૨૫ ગ્રામ લિટર પાણીમાં દ્રાવણ બનાવી ૧૫ દિવસના અતરે છંટકાવ કરવો, ફળ ઉતાર્યા બાદ ફળને ગરમ પાણી (૪૬ અથવા ૪૯ સે. તાપમાન) માં ૨૦ મિનિટ સુધી ડૂબાડવા.
ભૂકી છારો: ફૂગથી થતાં આ રોગની શરૂઆતમાં પાનની સપાટી પર સફેદ રંગનો ભૂકો જોવા મળે છે. પાનની નીચેની સપાટી પર નાના આછા પીળા રંગના ટપકા જેવા મળે છે. જેમ જેમ આવા ટપકાં મોટા થતા જાય તેમ તેમ પાનની નીચેની બાજુ સફેદ રંગનો વિકાસ રંગના સ્પોટ જોવા મળે છે. તે જ જગ્યા પર પાનની ઉપરની બાજુ આછા પીળા રંગના ધાબા જોવા મળે છે. રોગની તીવ્રતા વધતા સફેદ રંગની ફૂગનું વર્તન પાનની ઉપલી સપાટી પર જોવા મળે છે. સામાન્ય રીતે આ રોગ પવન દ્વારા ફેલાય છે.
નિયંત્રણ: વેટેબલ સલ્ફર ૩ ગ્રામ લિટર પાણીમાં ઓગાળી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવા શોષક પ્રકારની ફૂગનાશક જેવી કે કાર્બેનામય.૧૦ ગ્રામ/ ૧૦ લિટર અથવા થાયોફેનેટ મિથાઈલ ૧૦ ગ્રામ ૧૦ લિટર પ્રમાણે એક મહીનાના અંતરે છંટકાવ કરવો.
પાનના ટપકાં:
પપૈયાના પાકમાં વિવિધ પ્રકારના સંપર્કથી થતાં રોગ જોવા મળે છે. જેમાં સરકોસ્પોરા પાનના ટપકાંના રોગની શરૂઆતમાં પાન પર નાના ભૂખરા કે બદામી રંગના અનિયમિત ટપકા જોવા મળે છે. જેની વચ્ચેનો ભાગ રાખોડી રંગનો હોય છે. પાન પીળા પડી સુકાઈને ખરી પડે છે. પપૈયાના સફેદ ટપકાંના રોગમાં પાન પર સફેદ રંગના ટપકાં જોવા મળે છે. આવા ટપકા સુકાઈને તેનો વચ્ચેના ભાગ ખરી પડે છે અને કાણું પડી જાય છે. આ રોગના આક્રમણથી રોગિષ્ટ પાન સૂકાઈને ખરી પડે છે.
નિયંત્રણ: મેન્કોઝેબ (૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં) અથવા થાયોફેનેટ મિથાઈલ (૧૦ ગ્રામ/ ૧૦ લિટર) અથવા કલોરોથેલોનીલ (૨૦ ગ્રામ/૧૦ લિટર) મુજબનું દ્રાવણ બનાવી ૧૫ થી ૨૦ દિવસના અંતરે છટકાવ કરવો.
રીંગ સ્પોટ વાયરસ: પપૈયામાં વિષાણુથી થતો આ રોગ ખુબ જ મહત્વનો છે. જેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન ભોગવવું પડે છે. અગાઉ પપૈયામાં વિષાણુથી થતા લીફ કર્લ તેમજ પચરંગીયા નામનો રોગ હવેથી ‘રીંગ સ્પોટ વાયરસ’ના નામે ઓળખાય છે. ગુજરાતમાં પપૈયાની તાઈવાન જાતોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, જે રોગગ્રાહય જાતો છે. આ રોગથી પાનની સપાટી કરચલી વળી ગયેલી જોવા મળે છે. રોગિષ્ટ પાનની ઉપરની સંપાટી પર નસોની વચ્ચેનો ભાગ ઉપસેલો તેમજ પાન કિનારીથી ઉંધા ગોળ વળી જાય છે. માંટે પાન પર ઉપરની તરફ વળે છે. સમય જતા. પાનની નસો વચ્ચે અંતર્ગોળ અને કાગળ સપાટી જેવા મળે છે. આ ઉપરાંત પાન પર પીળા ધાબા જોવા મળે છે. થડ પર ઘેરા લીલા અને તેના ફળો ઉપર ઘેરા લીલા રંગના વર્તુળાકાર અથવા અંગ્રેજી સી આકારના ચિહનો જોવા મળે છે. જેની રંગ ફળની સપાટીના રંગ કરતા ઘાટો લીલો હોય છે. આ રોગ મશીથી ફેલાય છે.
નિયંત્રણ: ધરૂવાડીયામાંથી રોગીસ્ટ છોડ ઉખેડી નાશ કરવા. ફેરરોપણી માટે તંદુરસ્ત ધરૂનો ઉપયોગ કરવો, ખેતરની ફરતે દિવેલા રોપવાથી શરૂઆતમાં રોગનું નિયંત્રણ કરી શકાય છે. ઊભા પાકમાં રોગ જણાય તો રોગિષ્ટ છોડનો સત્વરે ઉખેડી નાશ કરવો. રોગનો ફેલાવો મશીથી થતો હોય અવારનવાર શોષક પ્રકારની જંતુનાશક છટકાવ કરવો. પેટ્રોલીયમ તેલ ( ૧.૫ ટકા મેક્સિકન સીત્રોલીન ) નો ૧૫ દિવસના અંતરે છટકાવ કરવો. લીમડાનું તેલ ૧ મી. લી. / લિટર પાણી સાથે અથવા દય્મિથોએસ્ત ૧.૫ મી. લી. / લિટર પાણી મુજબનું દ્રાવણ બનાવી છટકાવ કરવાથી રોગને કાબુમાં લઇ શકાય છે.