અમરેલી જિલ્લામાં અનેક ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. જેમાં તરવડા ગ્રામ પંચાયતમાં બચુભાઇ માણાભાઇ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. જ્યારે ઉપસરપંચ પદે ગોરધનભાઇ ભીમજીભાઇ લાખાણી, સભ્ય રમણીકભાઇ નનુભાઇ લાખાણી, જિગ્નેશભાઇ વિઠ્ઠલભાઇ પટોળીયા, શારદાબેન ધીરૂભાઇ લાખાણી, ભાવનાબેન લલીતભાઇ લાખાણી, હંસાબેન મહેશભાઇ પરમાર તથા કંચનબેન દિનેશભાઇ ચામડીયાનું નામ જાહેર કરાયું છે. બિનહરીફ ચૂંટાઇ આવેલ પેનલને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.