જિલ્લા માહિતી અને બાળ અધિકારીની કચેરી-અમરેલી દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ-ર૦૦પ અંગે માર્ગદર્શન પૂરૂ પાડવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન પરમાર, શૈલેષભાઇ, અલ્પાબેન, નીતાબેન દામોદર સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. નીતાબેન દામોદર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.