અમરેલી જિલ્લામાં ચૂંટણી માટે રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નિયત થયેલ કાર્યક્રમ અનુસાર જે તે વિધાનસભા મતવિભાગની તા.૦૧/૦૧/૨૧ની લાયકાતની તારીખના સંદર્ભમાં તા.૧૫/૦૧/૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ મતદારયાદીના આધારે તૈયાર કરવામાં આવેલ ગ્રામ પંચાયતની વોર્ડવાઈઝ મતદારયાદીનો ઉપયોગ થનાર છે, જેની સંબંધિત ગ્રામ પંચાયતના નાગરિકોને નોંધ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.