અમરેલીની યુવતીઓ પર સિતમની ઘટના સતત વધી રહી છે. અમરેલીમાં રહેતી એક યુવતીના લગ્ન જસદણના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ સાસરિયાએ અસલી રંગ બતાવ્યો હતો અને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતા ફફડી ઉઠેલી પરિણીતા પિયરમાં પરત ફરી હતી અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. શહેરમાં રહેતી કાજલબેન વાઘેલા (ઉ.વ.૨૩)એ રાજકોટ જિલ્લાના જસદણ મુકામે રહેતા પતિ વિમલભાઈ દિલીપભાઈ વાઘેલા, સસરા દિલીપભાઈ જયંતીભાઈ વાઘેલા, સાસુ નિતાબેન દિલીપભાઈ વાઘેલા તથા સાગરભાઈ દિલીપભાઈ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ૧ મે, ૨૦૨૦થી લઈ આજદિન સુધી આરોપીઓ તેમને મેણા ટોણા મારીને માનસિક દુઃખ ત્રાસ આપતા હતા. ઉપરાંત જેમફાવે તેમ ગાળો આપી એકસંપ થઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ
બી. ડી.વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.