અમરેલી જિલ્લાની પર૭ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં ગત
તા.ર૯થી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગત તા.ર૯થી આજરોજ તા.ર સુધી એટલે કે ચાર દિવસમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ પદ માટે ૩૪૮ ફોર્મ ભરાયા છે. તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૭૧૦ સભ્યોએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા છે. રાજુલાના વિસળીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાવાની હોય ત્યારે સરપંચ માટે ૬ ફોર્મ ભરાયા છે. ફોર્મ ભરવાના હજૂ બે દિવસ બાકી હોય ત્યારે કુલ કેટલા ફોર્મ ભરાશે તે આગામી તા.૪ ના રોજ ખબર પડશે.