અમરેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે જેલમાંથી પેરોલ, ફર્લો, વચગાળાના જામીન રજા પરથી ફરાર,ભાગેડુ કેદીઓને ઝડપવા એસપી નિર્લિપ્ત રાયે સૂચના આપી છે. જે અનુસંધાને જામીન પર છૂટીને ફરાર થઈ ગયેલા અને ગોરડકામાં મનુભાઈ ચાંદુની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ઉબલોડના કાચા કામના કેદી દશરથભાઈ અમેનસિંગ વાસ્કેલાને ઝડપી લીધો હતો. આરોપી વચગાળાના જામીન પર તા ૨૮/૦૩/૨૦૨૦ ના રોજ ૯૦ દિવસ માટે મુકત કરવામાં આવ્યો હતો. જેમાં સમય અંતરે વધારો કરી કેદીને તા.૦૧/૦૧/૨૦૨૧ ના રોજ અમરેલી જીલ્લા જેલમાં ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. જાકે, તેને ઝડપી પાડવામાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડને સફળતા મળી હતી.