ચલાલા નગરપાલિકા દ્વારા રૂ. પોણા બે કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં વોર્ડ નં. ૧ થી ૬ના જુદા-જુદા વિસ્તારોમાં ટ્રી-મેક્સ સાથે ક્રોંકિટ રોડ, વરીંગકોટ રોડ, પેવિંગ બ્લોક રોડ, મેશનરી વોલ, શેડ, પાર્ક ડેવલપમેન્ટ, ટોયલેટ બ્લોક, બોર સાથે પમ્પ, પાઇપ ડ્રેનેજ અને પીવીસી પાઇપલાઇન વગેરે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, હિરેનભાઈ હિરપરા, મનસુખભાઇ ભુવા, જયંતીભાઇ પાનસુરીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ માળવીયા સહિતના આગેવાનો ઉપÂસ્થત રહ્યા હતા. શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પ્રકાશભાઇ કારીયા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.