પંચાયતી રાજ ભારતમાં પ્રાચીન સમયથી જાણીતું છે. આઝાદ ભારતમાં સૌ પ્રથમવાર ર ઓક્ટોબર ૧૯પ૯માં રાજસ્થાન રાજ્યના નાગૌર જિલ્લામાં પ્રારંભ થયો.
પંચાયતી રાજ મુખ્યત્વે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં આવેલ દક્ષિણ એશિયાઈ પ્રદેશની રાજકીય પ્રથા છે. પંચાયત શબ્દ(પંચ) અને વિધાનસભા(આયત) પરથી આવ્યો છે. પંચાયત એટલે સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કરાયેલ પાંચ વડીલોનો સમૂહ.
પંચાયત રાજ શબ્દ બ્રિટિશરાજ દરમ્યાન ઉદ્‌ભવે છે. ‘‘રાજ’’ નો શાબ્દિક અર્થ ‘‘શાસન’’ અથવા ‘‘સરકાર’’ થાય છે. મહાત્મા ગાંધીએ ૫ંચાયત રાજની હિમાયત કરી હતી કે દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય અને આવા હેતુ માટે ‘‘ગ્રામ સ્વરાજ’’ એવા શબ્દ પ્રયોજાતો હતો.
ગ્રામપંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલી વહીવટી સંસ્થા છે. જે ભારતની પંચાયતી રાજ પધ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહી તલાટી-કમ મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને ગ્રામ પંચાપતના સભ્યોની બેઠક યોજવામાં આવે છે.
પંચાયતી રાજમાં ત્રિસ્તરીય રચના હોય છે. (૧) ગ્રામપંચાયત (ર)તાલુકા પંચાયત (૩)જિલ્લા પંચાયત
૧-મે ૧૯૬૦માં અલગ ગુજરાત રાજયની સ્થાપના થઈ. આજે ૧૮૬૧૮ ગુજરાતના ગામડાઓ છે. ટોચ પર સંસદ છે અને નીચેના સ્તરે ગ્રામપંચાયત છે.
ગુજરાતમાં હાલ સરપંચની ચૂંટણીના ઢોલનગારા વાગી રહ્યા છે. ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી તા.૧૯/૧ર/ર૦ર૧ના રોજ યોજનાર છે. ગુજરાતમાં પંચાયત ચૂંટણી નિયમો ૧૯૯૪ના નિયમ ૭ને આધીન ચૂંટણી સ્ટાફની નિમણૂક થાય છે.
ગાંધીજીના મતે સાચું ‘‘સ્વરાજય’’ ત્યારે જ આવશે કે જ્યારે ગામડાનો સર્વાંગી વિકાસ થાય. આજે વિકાસની હરણફાળ થઈ છે. ગામડાથી ગગન સુધીની યાત્રા થઈ રહી છે. ગામડાની કાયાપલટ કરવા માટે સક્ષમ સરપંચ કેવા હોવા જાઈએે તેના વિશે લેખમાં પ્રકાશ પાડવા જઈ રહ્યો છું.
લોકોના મતથી ચૂંટાયેલા સરપંચની ફરજા કઈ-કઈ છે તે ગામડાના નાગરિકોએ જાણવાની તાતી જરૂરિયાત છે. ચૂંટણી સમયે ગામના સર્વાંગી વિકાસ માટે શું-શું કરી શકશે તેની યાદી લેખિત સ્વરૂપે ગામના લોકોએ લેવાની તાતી જરૂરિયાત છે.
સરપંચનો હોદ્દો ગામના લીધે છે. તેની ગરિમાને ઉજાગર કરવા માટે બધા લોકોનો સહકાર અને સાથ અવશ્ય લેવો જાઈએ.
સૌપ્રથમ તો સરપંચ ગ્રેજ્યુએટ હોવો જાઈએ. તેને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની જાણકારી હોવી જાઈએ.
પ્રજા વચ્ચે રહીને ગ્રામ્ય વિકાસ માટે કાર્યરત રહેવો જાઈએ. સર્વધર્મસમભાવ અને એકતાના ગુણો ધરાવતો હોવો જાઈએ. પ્રામાણિક અને નૈતિક હિંમતવાન હોવો જાઈએ. તેનામાં ગ્રામ્ય વિકાસ માટે રાત-દિવસ કામ કરવાની ભાવના હોવી જાઈએે.
સરપંચ બન્યા પછી ભ્રષ્ટાચાર કરે તેવા વ્યÂક્તને કયારેય પસંદ કરવો નહી. દર વર્ષે કામની સમીક્ષા અને તેનુ મૂલ્યાંકન થવું જાઈએ.
ગામડામાં દબાણ ખુબ થાય છે. તેને પંચાયત ધારાની જાગવાઈ મુજબ શેહશરમ રાખ્યા વગર ૧૩પ-ડીની નોટિસ આપી દબાણ દૂર કરવા સૌપ્રથમ પોતાના ઘરેથી શરૂઆત કરવી જાઈએ.
બિનજરૂરી ગામમાં વૈમનસ્ય કે વેરઝેરની ભાવના ઉભી ના કરે તેવો સરપંચ હોવો જાઈએ. બધાની રજૂઆત સાંભળે અને યોગ્ય હોય તેવી સત્ય વાતનો સ્વીકાર કરે. તેવો સરપંચ ગામનો સર્વાગી વિકાસ કરી શકે.
સરપંચ તરીકે ગામનું કલ્યાણ થાય તે માટે સરકારશ્રી યોજનાનો સંપૂર્ણ લાભ ગામને મળે તેવા ભગીરથ પ્રયત્ન કરનાર હોવો જાઈએ.
પંચાયત પરિષદમાં ગામના વિકાસ માટે તાલુકા-જિલ્લા અને રાજય લેવલે રજૂઆત કરે અને તેનો નિવોડે લાવે તેવા સરપંચની જરૂર છે. ગામમાં કોમી એખલાસ જળવાય અને બિનજરૂરી પોલીસ ફરિયાદ ના થાય તેવા કાર્યો કરે તેવા સરપંચની તાતી જરૂરિયાત છે. ગામની શાળા, હાઈસ્કૂલ તથા સામાજિક ઉત્સવોમાં ગામલોકોની સાથે રહીને કાર્ય કરે તેવો સરપંચ જાઈએ.
ગામડામાં શિક્ષણ માટેની સુવિધા, રોડ-રસ્તા-પાણી-ગટર-વીજળીની પાયાની જરૂરિયાત પુરી કરે તેવા સરપંચને જ લાવવો જાઈએ. ચૂંટણી સમયે ચવાણું, દારૂ અને પૈસા આપે તેવો લેભાગુ સરપંચ લાવશો તો ગામનો વિકાસ અટકી જશે.
પુંસરી જેવું ગામ બનાવવા માટે ગુજરાતના સરપંચો આગળ આવો. મારા પિતાશ્રી સરપંચ હતા ત્યારે પ્રજાનો સ્નેહ-પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. લોકોના કામ કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમના સમયમાં લાઈટ, પાણીની બે ટાંકી તેમજ રાહતકામ તેમજ ઈન્દિરા આવાસ ઉભુ થયેલું. ત્યારબાદ ગામમાં શું થયું તેના પછીના સરપંચોએ ગામને હિસાબ આપવો પડે.
યુવાન અને બૌદ્ધિક, ગામ સેવાની ભાવના ધરાવનાર વ્યક્તિ સરપંચ બને તે હિતાવહ છે.
ગામડાઓમાં ગંદકી, દારૂનો વેપલો, દબાણ અને પ્રદૂષણનો ત્રાસ છે. “ગોકુળીયું ગામ સ્વચ્છ ગામ” માટે તેજસ્વી સરપંચ પસંદ કરજા તે આજના સમયની તાતી જરૂરિયાત છે. લોકશાહીને જીવંત રાખવા સાચા કામ કરે તેવા સરપંચ માટે અચૂક મતદાન કરજાે.