સંયુક્ત ખડૂત મોર્ચાએ દિલ્હીની બોર્ડર પર ગત ૧ વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ખેડૂત સંગઠનોને મળેલા દાનની ડિટેલ જોહેર કરી.
વિગતો અનુસાર ૨૬ નવેમ્બર ૨૦૨૦માં ૨૯ નવેમ્બર ૨૦૨૧ સુધી ખેડૂત સંગઠનોને કુલ ૬ કરોડ ૩૫ લાખ ૮૩ હજોર ૯૪૦ રુપિયાનું દાન મળ્યું. ત્યારે ૬ કરોડ ૩૫ લાખ રુપિયાથી વધારે મળેલા દાનમાં ખેડૂત સંગઠન અત્યાર સુધીમાં ૫ કરોડ ૩૯ લાખ ૮૩ હજોરથી વધારે રુપિયા ખર્ચ કરી ચૂક્યા છે. હાલ તેમની પાસે ૯૬ લાખ રુપિયા બચ્યા છે.
પ્રદર્શન કારી ખેડૂત સંગઠનોનું માનીએ તો સૌથી વધારે ખર્ચ સ્ટેઝ બનાવવા તથા તેની ઉપર સ્પીકર અને લાઈટની વ્યવસ્થા કરવા પર ખર્ચ થયો છે. લગભગ ૮૧ લાખ ૪૭ હજોરથી વધારે રુપિયા મંચ, લાઈટ અને સાઉન્ડ પર એક વર્ષમાં ખર્ચ થઈ ચૂક્યા છે. ત્યારે પ્રદર્શનકારીઓના નહાવા અને પીવાના પાણીની વ્યવસ્થામાં ખેડૂત સંગઠનોએ ૧૭ લાખ ૯૫ હજોરથી વધારે ખર્ચ થયા છે.
ખર્ચના વિવરણ મુજબ તેમણે અત્યાર સુધીમાં પ્રદર્શનકારીઓની સારવાર અને દવાઓ પર ૬૮ લાખ ૫૭ હજોરથી વધારે રુપિયા ખર્ચ કર્યા છે. તિરપાલ, કૈમરા અને વોકી ટોકી પર ૩૮ લાખથી વધારે, પ્રદર્શન સ્થળની સફાઈ પર ૩૨ લાખથી વધારે , લંગરના ટેન્ટ ૫૧ લાખ રુપિયા, વરસાદથી બચવા વોટર પ્રુફ ટેન્ટ પર ૧૯ લાખથી વધારે, ટીન શેડ પર ૪૫ લાખથી વધારે તથા આંદોલનના પ્રચાર પ્રસાર કરનારી આઈટી સેલ પર ૩૬ લાખથી વધારે ખર્ચ થયો છે.
કૃષિ કાયદો રદ્દ થઈ ચૂક્યો છે. હજું ખેડૂતોની કેટલીક માંગો છે. જેને લઈને ખેડૂત આંદોલન પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતુ કે ખેડૂતની તમામ માંગો હજું પુરી થઈ નથી. સરકાર એમએસપી પર કાયદો બનાવશે. આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવું પડશે આ ઉપરાંત તેમની વિરુદ્ધના ખોટા કેસ પાછા લેવા પડશે. જે બાદ ખેડૂતોની ઘર વાપસી થશે.