આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાના આદેશ અનુસાર, રાષ્ટ્રીય મજદૂર પરિષદ, પ્રાંતના પ્રમુખ સુરેશભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા એસ.ટી. મજદૂર યુનિયનની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિલેશભાઈ સોલંકીની અમરેલી જિલ્લા એસ.ટી. મજદૂર યુનિયનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે, રાષ્ટ્રીય મહામંત્રી રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. ગજેરા અને સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણના આદેશથી અન્ય ઘણા કાર્યકરોને પણ રાષ્ટ્રીય મજદૂર પરિષદમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી અને પ્રાંત મંત્રી ચંદુભાઈ વાળાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ રાષ્ટ્રીય મજદૂર પરિષદની ટીમોની રચના કરવામાં આવશે. આ સંગઠન ડો. પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વ હેઠળ મજદૂરોને જ્યાં પણ અન્યાય થશે ત્યાં લડત આપશે. ઉપરાંત, આ ટીમ સેવા અને હિન્દુત્વના કાર્યોમાં પણ અગ્રેસર રહેશે.