અમરેલી સહિત રાજ્યમાં પોતાની માંગણીઓ માટે કોમ્પ્યુટર ઓપરેટરો હડતાલ પર ઉતર્યા છે. સરકાર દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરોની માંગણી સંતોષવામાં ન આવતાં અમરેલી જિલ્લા ગ્રામ પંચાયત ઓપરેટર મંડળ દ્વારા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આપ પ્રદેશ પ્રમુખે આ માંગણી સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.