અમરેલીમાં એક પરિણીતાને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી તેમજ તેની છેડતી પણ કરી હતી. બનાવ અંગે નીતાબેન રવીભાઈ સરવૈયા (ઉ.વ.૩૨)એ લાલા ઉર્ફે તુષાર સાગરભાઈ ગોસ્વામી, બીટુ ઉર્ફે નિલેશ મહેશભાઈ ગઢવી તથા ચંપુભાઈ દરબાર અડતાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, લાલા ઉર્ફે તુષાર સાગરભાઈ ગોસ્વામીએ તેની હોટલે આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને છેડતી કરી હતી. અન્ય બે આરોપીઓએ ચડામણી કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બ્રિજરાજ રઘુભા વાળા બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.








































