રાજુલા શહેરમાં નવરાત્રી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાળપૂજન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. કુંભારવાડા અંબાજી મંદિર, ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, ખોડિયાર મંદિર અને ગુરુકુલ પાસે આવેલા અંબે મંદિર સહિત વિવિધ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાળાઓને નવદુર્ગાનું સ્વરૂપ માની તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ શસ્ત્રપૂજન દ્વારા ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી.પીપળા શેરી ખાતે બાપા સીતારામ યુવા ગરબી મંડળ દ્વારા પણ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો યુવરાજભાઈ ચાંદુ, ચિરાગભાઈ જોષી, નિમેષ ઠાકર, રવિ ઝાલા અને મનીષભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. મહંત કનુબાપુ ગોંડલિયા, ધીરજગિરી બાપુ અને ભરતભાઈ વ્યાસનું સન્માન કરવામાં આવ્યું હતું.






































