સાવરકુંડલામાં તાલુકા યુવક મંડળ સંચાલિત કલા મહાકુંભનું આયોજન ૧૧-૧૦-૨૦૨૬ના રોજ કે.કે હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા તથા ગ્રામ્ય વિસ્તાર ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સાહિત્ય, સંગીત અને કલાની ૧૬ જેટલી સ્પર્ધાઓમાં પ્રાથમિક શાળાથી લઇને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને વ્યવસ્થા સાવરકુંડલા તાલુકા યુવક મંડળના પ્રમુખ દેવચંદભાઈ સાવલિયા તથા યુવક મંડળના સભ્યોએ કર્યું હતું. આ સ્પર્ધાઓમાં જજ તરીકે કુલ ૪૨ ભાઈઓ-બહેનોએ સેવા આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનવવા મંડળના અરવિંદભાઈ રીબડીયા, રવિભાઈ ચૌહાણ, ભરતભાઈ કોઠારી, નીતિનભાઈ નડિયાદરા, આકાશભાઈ પંડ્યા, અશોકભાઈ અગ્રાવત ઉપરાંત જિલ્લા યુવા વિકાસ અધિકારી ઓફિસના હરેશભાઈ મેટલીયાએ સેવા આપી હતી,






































