અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધા શરૂ કરવાની માંગ લાંબા સમયથી ઊઠી રહી છે.
ધારી પત્રકાર સંઘ દ્વારા છેલ્લા એક વર્ષથી આ અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાંસદ સમક્ષ પણ રજૂઆત કરાઈ હતી. છેલ્લા બે વર્ષથી મીટરગેજ ટ્રેનો બંધ છે, જ્યારે જૂનાગઢથી ચલાલા વચ્ચે દોડતી એકમાત્ર ટ્રેનના ભાડા અને સમયપત્રક અંગે પણ ફરિયાદો છે. ૨૩ ઓક્ટોબરે અમરેલીમાં બ્રોડગેજ ટેસ્ટ દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરાશે.