લાઠી પંથકમાંથી બે લોકો લાપતા બન્યા હોવાની ઘટના સામે આવી છે.પ્રથમ બનાવમાં, ચાવંડ ગામે રહેતા બાબુભાઈ મેઘજીભાઈ રાસડિયા (ઉ.વ.૬૮)એ પોલીસને જાહેર કર્યા મુજબ, તેમનો દીકરો વિજયભાઈ (ઉ.વ.૪૪) ઘરેથી બાબરા ખાતે નોકરીએ જવાનું કહીને નીકળ્યા બાદ પરત ફર્યા નહોતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે બીજા બનાવમાં, ચાવંડ કન્યાશાળા પાસે રહેતા સુરેશભાઈ ગોવિંદભાઈ નાગવડિયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી નેન્સીબેન (ઉ.વ.૧૮) ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળ્યા બાદ લાપતા થઈ હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.