રાજુલામાં આરીફભાઈ એમ. જોખિયા ફાઉન્ડેશન અને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આગામી ૧૭ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ પાંચમો સમૂહ શાદી સમારોહ યોજાશે. આ પ્રસંગે નેક કામ મિશન અને વ્યસનમુક્તિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સમાજમાં લગ્નપ્રસંગે થતા બિનજરૂરી ખર્ચને અટકાવી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રાહત મળે તેવા હેતુથી આ આયોજન કરાયું છે. સમૂહ શાદી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૬ છે. ફોર્મ સમગ્ર મુસ્લિમ સમાજ કાર્યાલય, ખડપીઠ, માધવબાગ કોમ્પ્લેક્સ પાછળ, રાજુલા ખાતે ભરાશે. કન્યા અને વરરાજાની ઉંમર અંગેના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. આયોજકોએ સમાજના લોકોને સહકાર આપવા અપીલ કરી છે.