નવરાત્રિમાં પણ નકલ ઘુસી છે. અમદાવાદનમાં હવે ગરબાના નકલી પાસનું કૌભાંડ સામે આવ્યું છે. ‘અનંત બ્રહ્માંડ’ ગરબાની ઓનલાઈન ટિકિટો રૂ. ૪ હજારથી ૧૦ હજારમાં વેચાતી હતી પરંતુ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી પર ટિકિટ રૂ. ૩૧૦૦માં વેચવાની જાહેરાત કરાઈ હતી. ૨૫થી વધુ ગરબાના નકલી પાસ સસ્તામાં વેચવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી હતી. પોલીસ તપાસમાં આરોપી ગુજરાત બહારનો હોવાનું ખૂલ્યું છે.
અમદાવાદમાં ગરબાના આયોજકોની બેદરકારીને કારણે ખેલૈયાઓમાં નારાજગીની વધુ એક બાબત સામે આવી છે. ૧૫ હજારના મોઘા પાસ લીધા પછી પણ ખેલૈયાઓને અવ્યવસ્થાનો સામનો કરવો પડતા હોબાળો મચ્યો હતો. ૧૫ હજારનો પાસ ખરીદ્યા છતાં પાણી પણ નહીં મળતા નારાજગી જોવા મળી હતી. લપકામણમાં ‘સફેદ પરિંદે’ ગરબાનું આયોજન કરાયુ હતું. જેમાં ખેલૈયાઓ દ્વારા ૧૫૦૦૦ના મોઘા પાસની ખરીદી કરવામાં આવી હતી. આયોજકો દ્વારા અનલિમિટેડ ફૂડની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગરબા શરૂ થયાના બે કલાકમાં ખાણી-પીણી અને પીવાનું પાણી ખૂટી પડતાં ખેલૈયાએ હોબાળો મચાવ્યો હતો. આયોજકો અને કેટરિંગવાળા નાસી જતા અકળાયેલા લોકોએ જાતે જ પિત્ઝા અને કોફી બનાવી પેટપુજા કરી હતી.
ગરબા શરૂ થયા બાદ બે કલાકમાં ફૂડ અને પાણીને લઇ હોબાળો શરૂ થયો હતો એટલુ જ નહી ગરબામાં આયોજનનો અભાવ જોવા મળતા અવ્યવસ્થા સર્જાઇ હતી. મેનગેટથી ગરબામાં પ્રવશ બંધ કરી દેવાતા પાસ હોવા છતાં લોકો અંદર નહી જઇ શકતા હોબાળો શરૂ થયો હતો.










































