સાવરકુંડલા દેવળા ગેઈટ સ્થિત સર્વોદય નગરમાં વર્ષ ૧૯૪૭થી સંસ્કૃતિ અને પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખતું જય ખોડીયાર બાળમંડળ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આગવી ઓળખ ધરાવે છે.બાળમંડળના વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે પ્રોત્સાહન મળે અને તેઓ અભ્યાસમાં પ્રગતિ કરે તેવા ઉમદા હેતુથી ચાણક્ય ટ્યુશન ક્લાસીસ, સાવરકુંડલા ના સંચાલક જેસીંગ સરના શુભેચ્છક સહયોગથી ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કાના તળાવ સ્થિત શિવ દરબારના પૂજ્ય ઉશામૈયાના હસ્તે બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોને આશીર્વાદ આપીને તેમના ઉજ્જવળ ભવિષ્ય, શૈક્ષણિક પ્રગતિ અને જીવનમાં સફળતા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પહેલથી બાળકોમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.