અમદાવાદમાં કાપડ પ્રિન્ટિંગના વેપારી સાજિદ સોજતવાલાને ૧૪ લાખની માંગ સાથે આઠ શખસોએ કારમાં ઉઠાવી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. ૯ ઓક્ટોબરની રાત્રે બેસણામાં જતા વેપારીને જમાલપુરમાં બોલાવી ગાડીમાં બેસાડી ગોળલીમડાની ટાઇગર પોઇન્ટ લઈ જવાયા હતા. અહીં અલ્માસ શેખે સિલાઈના ૧૪ લાખ ચૂકવવા ધમકી આપી હતી. વેપારીએ માત્ર ૨૭ હજાર આપવાના હોવાનું કહેતા બેઝબોલના દંડાથી માર માર્યો હતો. અન્ય શખસે તલવારથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. મનીષ મુંજાણીએ પણ ધમકી આપી હતી. વેપારીના ભાઈઓ અસ્ફાક અને મોહશીન પહોંચતા આરોપીઓ ભાગી ગયા હતા. ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.








































