કોંગ્રેસ સાંસદ અને જેએનયુ પ્રોફેસર સામે જાતીય સતામણીના આરોપોને લઈને ભાજપ મહિલા મોરચા દિલ્હીમાં જારદાર વિરોધ પ્રદર્શન કરી રહી છે. પ્રોફેસર સામે જાતીય સતામણીના આરોપો અંગે વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. આ કેસમાં યુનિવર્સિટીના સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ સોશિયલ સિસ્ટમ્સ, સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજામનો સમાવેશ થાય છે.૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ, પોલીસને ત્નદ્ગેં ચીફ સિક્્યુરિટી ઓફિસર તરફથી ફરિયાદ અને સંબંધિત દસ્તાવેજા મળ્યા. ફરિયાદના આધારે, ભારતીય દંડ સંહિતા, ૨૦૨૩ ની કલમ ૭૫(૧), ૭૫(૧), અને ૭૯ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા વિદ્યાર્થીઓના જાતીય સતામણીના આરોપોને કારણે અકોઇજામને માંથી બરતરફ કરવામાં આવ્યા હતા.પોલીસને પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજા અનુસાર, યુનિવર્સિટીની આંતરિક સમિતિએ પ્રોફેસર સામે મળેલી ફરિયાદોની તપાસ કરી. સમિતિએ ફરિયાદ કરનારી મહિલાઓના નિવેદનો, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓની તપાસ કરી. રિપોર્ટમાં અયોગ્ય ખાનગી વાતચીત, જાતીય સંકેતો અને અસહમતિ વિનાના શારીરિક સંપર્ક જેવા આરોપોનો ઉલ્લેખ છે. સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે આ ઘટનાઓએ મહિલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વાતાવરણને વિક્ષેપિત કર્યું હતું અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જરૂરી વ્યાવસાયિક સીમાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું.
દસ્તાવેજા અનુસાર, આંતરિક સમિતિએ પ્રોફેસર સામે સેવા નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. યુનિવર્સિટીએ ૯ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ પ્રોફેસરને તેમની નોકરી પરથી દૂર કરવાનો આદેશ પણ જારી કર્યો હતો.એફઆઈઆર મુજબ, ઘટનાની તારીખ ૬ મે, ૨૦૨૬ જણાવવામાં આવી છે. પોલીસે કેસ નોંધ્યો છે અને સબ-ઇન્સ્પેક્ટર કવિતાને તપાસ સોંપી છે. હાલમાં, પોલીસ એફઆઈઆરમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે.કોંગ્રેસ સાંસદ અંગોમચા બિમોલ અકોઇજામે તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે આરોપો લગાવનારાઓ અને આ મુદ્દા પર પ્રચાર કરનારાઓને નિશાન બનાવતા કહ્યું હતું કે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.










































