અમરેલી ખાતે રોટરી ક્લબ ઓફ અમરેલી (ગીર) દ્વારા હોમિયોપેથીક અવેરનેસ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમિયોપેથી તબીબ ડો. જીતેન્દ્ર પટેલે ઉપસ્થિતોને હોમિયોપેથીના સર્વાંગી અભિગમ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હોમિયોપેથી માત્ર રોગ નહીં પરંતુ દર્દીની સંપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને સારવાર કરે છે અને ઘણા હઠીલા તેમજ વારંવાર થતા રોગોમાં અસરકારક પરિણામ આપે છે. ફેશિયલ એનાલિસિસ દ્વારા પણ વિષયને સરળ રીતે સમજાવવામાં આવ્યો હતો. આજની વ્યસ્ત જીવનશૈલી, તણાવ અને હોર્મોનલ અસંતુલનના કારણે વધતી સમસ્યાઓમાં હોમિયોપેથી ઉપયોગી સાબિત થઈ શકે છે. અનેક તકલીફોમાં હોમિયોપેથી સારવારથી સારા પરિણામો મળતા હોવાનું જણાવ્યું હતુ.