લાઠીના છભાડીયા ગામે ચણાના ઢગલામાં આગથી રૂ. ૧.૩૦ લાખનું નુકસાન થયું હતું. આ અંગે ધનજીભાઈ જીવાભાઈ કાકડીયા (ઉ.વ.૭૮)એ જાહેર કર્યા મુજબ, તેમની છભાડીયા ગામની વાડીમાં કપાસના પાક વચ્ચે ચણાના વાવેતરના પાકમાંથી લીધેલા સુકાઇ ગયેલ ચણાનો ખેતરના વચ્ચે ઢગલો કર્યો હતો. ૧૩૦ મણ સુકાઇ ગયેલ ચણાના ઢગલામાં કોઇ કારણોસર આગ લાગતા બળી જતા આશરે કિ.રૂ.૧,૩૦,૦૦૦નું નુકશાન થયું.