લેખક અને અભિનેતા સૌરભ શુક્લા હાલમાં તેમના નવા દિગ્દર્શક સાહસ, “જબ ખુલી કિતાબ” માટે સમાચારમાં છે. આ વર્ષે તે અભિનેતા શાહરૂખ ખાન સાથે “કિંગ” માં પણ જાવા મળશે. તાજેતરમાં સૌરભ શુક્લાએ શાહરૂખ ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે સમજાવ્યું કે લોકો શાહરૂખ સાથે કામ કરવા માટે કંઈ પણ કરવા તૈયાર છે.
શાહરૂખ ખાન સાથે કામ કરવા અંગે સૌરભ શુક્લાએ કહ્યું કે શાહરૂખ ખાન સાથે કામ કરવું ઘણા કલાકારો માટે એક સ્વપ્ન છે. દરેક વ્યકિત  શાહરૂખ ખાનને પ્રેમ કરે છે.
જા તમને તેમની ઓફિસમાંથી ફોન આવે, અથવા જા તે તમને વ્યકિતગત રીતે ફોન કરે, તો તમે તેમની સાથે કામ કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થશો. જાકે, સૌરભ શુક્લાએ ‘કિંગ’ માં તેમની ભૂમિકા વિશે કંઈપણ જાહેર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં તેમના કેટલા દ્રશ્યો છે, ત્યારે સૌરભ શુક્લાએ પ્રશ્ન ટાળ્યો, અને કહ્યું કે તેઓ ફિલ્મ વિશે જેટલું ઇચ્છે તેટલું જ જાહેર કરશે. વાર્તામાં તેમનો રોલ શું છે તે જાણવા માટે લોકોએ ‘કિંગ’ જાવી પડશે.
ફિલ્મ વિશાળ છે, અને ઘણા લોકો તેનો ભાગ બનવા માંગે છે. ૭૦ ટકા ઉદ્યોગ તેમાં સામેલ છે. સૌરભ શુક્લા અગાઉ ‘બાદશાહ’ અને ‘હે રામ’ જેવી ફિલ્મોમાં શાહરૂખ ખાન સાથે કામ કરી ચુક્યા  છે.
‘કિંગ’નું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાન ઉપરાંત, આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, જયદીપ અહલાવત, રાની મુખર્જી, જેકી શ્રોફ, અરશદ વારસી અને રાઘવ જુયાલ પણ છે. શાહરૂખની પુત્રી સુહાના ખાન પણ આ ફિલ્મમાં જાવા મળશે.
સૌરભ શુક્લાએ તાજેતરમાં તેમના એક મૂળ નાટક પર આધારિત ‘જબ ખુલી કિતાબ’નું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મ ૬ માર્ચથી ઓટીટી પ્લેટફોર્મ ઝી૫ પર સ્ટ્રીમ થઈ રહી છે. પંકજ કપૂર અને ડિમ્પલ કાપડિયા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એક એવા યુગલની વાર્તા કહે છે જેમના લાંબા સમયથી ચાલતા લગ્નજીવન એક રહસ્યના ખુલાસાથી તૂટી જાય છે.