અમરેલી તાલુકાના ચિત્તલ ગામે ઘણા સમયથી બસ સ્ટેન્ડ માટેની જગ્યાનો પ્રશ્ન હતો, આ પ્રશ્નનું અમરેલી જિલ્લા પંચાયત દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પાથરે એસ. ટી. ડિવિઝનમાં ડી.સી. બી.ટી.પટેલ, ડીટીઓ ખાંભલાભાઇ અને ડેપ્યુટી એન્જિનીયર મોરઝરાભાઇની મુલાકાત લઈ અણઉકેલ પ્રશ્ને ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન ચિત્તલ ગામે આધુનિક સુવિધાયુક્ત એસ.ટી. સ્ટેન્ડ બનાવવાની, વિદ્યાર્થીઓના પાસ નીકળે, કંટ્રોલ રૂમ શરૂ કરવાની અધિકારીઓએ ખાતરી આપી હતી. ચિત્તલમાં નવા રૂટની બસ મળે તેવી પણ ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન નગરપાલિક ઉપપ્રમુખ પ્રતિનિધી વિશાલભાઈ કાલેણા,રાજુભાઇ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા.