સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રૂ. ૩૪.૮૩ લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા ગ્રામ પંચાયત (સચિવાલય)ના ભવનનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. નવી ગ્રામ પંચાયત સચિવાલયનું નિર્માણ થવાથી ગામના નાગરિકોને સરકારી કામકાજ માટે સુવિધાજનક વ્યવસ્થા મળશે અને ગ્રામ વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે. આ પ્રસંગે ગામના સરપંચ, તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.