બોટાદના વ્યાજખોર સામે પતિને મરવા મજબૂર કર્યાની પત્નીએ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે બોટાદમાં રહેતા સોનલબેન મનસુખભાઇ શકોરીયા (ઉ.વ.૩૨)એ બોટાદના રસીકભાઇ કરશનભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના પતિએ તેમની બાજુમાં રહેતા રસીકભાઇ કરશનભાઇ વાઘેલા પાસેથી રૂ.૧,૦૦,૦૦૦- હાથ ઉછીના લીધા હતા. આરોપી આ રૂ.૧,૦૦,૦૦૦ ના ૫% લેખે મૃતક પાસે રૂ.૫,૦૦,૦૦૦ ની ઉઘરાણી કરી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી મરવા મજબુર કરતા, તા.૧૯/૧૦/૨૦૨૫ ના રોજ ચાવંડ ખાતે ઉંદર મારવાની દવા પી લીધી હતી. સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા.








































