રાજુલાના ધાતરવડી ૧ અને ધાતરવડી બે તેમજ ખાંભામાં આવેલ રાયડી ડેમ આ તમામ ડેમ ઊંડા ઉતારવા બાબતની રજૂઆત રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાજેશભાઈ પરસાણાએ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજુલા, જાફરાબાદ, ખાંભામાં આવેલ ઘાતરવડી-૧, ઘાતરવડી-૨, રાયડી ડેમો ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. આ ડેમો દ્વારા ખેડૂતોને કેનાલ મારફત ખેતી માટે પિયતનું પાણી આપવામાં આવે છે. ખેડૂતોને ખેતીમાં શિયાળાની સીઝન દરમ્યાન કેનાલ મારફત પાણી આપવામાં આવે છે. તેમાં પાણની ઘટ ન પડે અને ડેમની આજુ-બાજુની ખેડૂતોની જમીનનાં પાણીનાં તળ ઉંચા આવે અને કેનાલ મારફત ખેડૂતોને ખેતીમાં પુરતા પાણ મળી રહે તે માટે સદર ત્રણેય ડેમો ઊંડા ઉતારવામાં આવે તો સદર ત્રણેય ડેમોની આજુ-બાજુમાં આવેલ ખેડૂતોની ખેતીની સાથે સાથે વિસ્તારનાં ગામોનાં ખેડૂતભાઈઓને ખૂબ જ ફાયદો શકે તેમ છે.