અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલમાં નવા પ્રવેશ પર હાઈકોર્ટ દ્વારા મૂકાયેલ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આગામી ૭ મે સુધી સ્કૂલમાં કોઈપણ નવા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
સેવન્થ-ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટનાને પગલે સ્કૂલનું સંચાલન જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તક સોંપવામાં આવ્યું છે. હાઈકોર્ટે સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા અને વહીવટ અંગે કડક ટિપ્પણીઓ કરતાં સંચાલન સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી છે.
મામલામાં પીડિત વિદ્યાર્થીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની તરફથી સેવન્થ-ડે સ્કૂલ પ્રશાસનની બેદરકારી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. “જા વિદ્યાર્થીને સાચવી ન શકાય તો સંચાલન કેમ?” એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.
સ્કૂલમાં બનેલી બે ગંભીર ઘટનાઓને કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હાઈકોર્ટ હવે સમગ્ર મામલે નજીકથી નજર રાખી રહી છે અને યોગ્ય કાર્યવાહીની દિશામાં આગ્રહ દાખવી રહી છે. આ કેસને લઈને વાલીઓમાં પણ ચિંતા અને રોષનો માહોલ જાવા મળી રહ્યો છે.