સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના પીઠવડી ગામે જૂની અદાવત રાખી એક આધેડ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામના જૂના વણકર વાસમાં રહેતા ૫૫ વર્ષીય કેશુભાઈ દુદાભાઇ મહીડા જ્યારે પીઠડ માતાના મઢે દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ દસેક માસ પહેલા થયેલી માથાકૂટનું મનદુઃખ રાખી આરોપી ધીરૂભાઇ માલાભાઇ મહીડા, રોહીતભાઇ અને સુરેશભાઇએ કેશુભાઈને આંતર્યા હતા. આરોપીઓએ કુહાડા અને ઢીકાપાટુ વડે હુમલો કરી કેશુભાઈના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તથા હાથની આંગળીઓમાં માર મારવામાં આવતા ફેક્ચર કરી નાખવામાં આવ્યુ હતુ. . આરોપીઓએ માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.