જાફરાબાદના મિતિયાળા નજીક આવેલા તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે રવિવારે મફત નિદાન કેમ્પનું સફળ આયોજન થયું હતું. નિષ્ણાત ડોક્ટરો દ્વારા આંખ, દાંત, હૃદય અને કાન-નાક-ગળાના રોગોની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી. આશ્રમ દ્વારા દર મહિને આવા કેમ્પ યોજાય છે, જેમાં જરૂરિયાતમંદોને આંખના ઓપરેશન પણ મફત કરી આપવામાં આવે છે.