સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે ગઈકાલે સાંજે જૂની અદાવતને લઈ મારામારીની ઘટના બની હતી. ગામના જ કેશુભાઇ દુદાભાઇ મહિડા સામે ખેતમજૂરી કરતા ૨૪ વર્ષીય સુરેશભાઇ ધીરૂભાઇ મહિડાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે દસ મહિના પહેલા સુરેશભાઈના ભાઈ રોહિતે કેશુભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ વાતનું મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદીને ગાળો આપી, લાકડાના બડીયા વડે હુમલો કરી જમણા પગે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. આર.બી.મારૂએ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










































