સુપ્રીમ કોર્ટે જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરને કડક ઠપકો આપતા કહ્યું છે કે ચૂંટણી હાર્યા પછી કોઈએ કોર્ટનો સહારો ન લેવો જાઈએ. ૨૦૨૫ની બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ, પ્રશાંત કિશોરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે મતદાન પહેલાં મહિલા રોજગાર યોજનાના પૈસા મહિલાઓના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આની અસર ચૂંટણી પર પડી. જાકે, ચૂંટણી પંચે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સીજેઆઈ સૂર્યકાંત અને જ્તીસ્ત જાયમલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે જ્યારે જનતાએ તમને નકારી કાઢ્યા છે, ત્યારે લોકપ્રિયતા મેળવવા માટે કોર્ટનો ઉપયોગ ન કરવો જાઈએ.
જન સૂરજ પાર્ટી દ્વારા દાખલ કરાયેલી અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી. અરજીમાં ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણીઓને ગેરકાયદેસર જાહેર કરવા અને તેને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે તે નોટિસ જારી કરી શકતી નથી. સીજેઆઈએ કહ્યું કે ચૂંટણી અરજી એક જ ચૂંટણીને સંબોધિત કરે છે. “તમે એક જ અરજીમાં આખી ચૂંટણી રદ કરવા માંગી રહ્યા છો,” તેમણે કહ્યું.
જન સૂરજ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. કોર્ટે હસ્તક્ષેપ કરવો જાઈએ અને જવાબો માંગવા જાઈએ. સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, “ચૂંટણી હાર્યા પછી કોર્ટનો આશરો ન લો.” મુખ્ય ન્યાયાધીશે અરજદારને ઠપકો આપતા પૂછ્યું કે, “તમારા રાજકીય પક્ષને કેટલા મત મળ્યા?” કોર્ટે કહ્યું કે જ્યારે જનતા ચૂંટણીમાં યોજનાને નકારી કાઢે છે, ત્યારે લોકપ્રિયતા મેળવવા માટે કોર્ટના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જાઈએ.સીજેઆઇએ સ્પષ્ટપણે કહ્યું કે કોઈપણ વ્યકિત યોજનાને પડકારી શકે છે, પરંતુ અહીં મુખ્ય માંગ ચૂંટણી રદ કરવાની છે. કોર્ટે એમ પણ કહ્યું કે સંબંધિત રાજ્યમાં હાઇકોર્ટ અસ્થિતત્વમાં છે, અને અરજદારે પહેલા ત્યાં સંપર્ક કરવો જાઈએ.
બિહારમાં ૬ અને ૧૧ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ મતદાન થયું. દરમિયાન, ૨૬ સપ્ટેમ્બરના રોજ મહિલા રોજગાર યોજનાના લાભાર્થીઓના ખાતામાં ભંડોળ આવવાનું શરૂ થયું. ઓક્ટોબરમાં, વિવિધ મહિલાઓના ખાતામાં પણ ભંડોળ આવ્યું. આનાથી રાજદએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી અને પ્રતિબંધની માંગ કરી.









































