પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપી સુજલભાઈ રાજુભાઈ સોલંકી (ઉ.વ. ૨૦) ને રાજુલા ટાઉન વિસ્તારમાંથી ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.