ચલાલામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત હરિબા મહિલા કોલેજનું બી.કોમનું ઝળહળતું પરિણામ જાહેર થયું છે. આજે ચલાલા અને આસપાસના ગામોની દીકરીઓ B.A., B.Com, BCA ના અભ્યાસ માટે આવે છે, જેમના માટે બસ સ્ટોપથી કોલેજ લઇ જવા, મૂકવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાય B.Com સેમ-૫ નું કોલેજ પરિણામ ૧૦૦% સફળતા સાથે ઠુમ્મર કેશવા પ્રથમ, ખુંટ બંસી દ્વિતીય,માંડવીયા પનસ્વીએ તૃતીય સ્થાન મેળવ્યું છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવામાં ભારતભૂષણ મહેશભાઈ મહેતા, સંસ્થાના ડાયરેક્ટર શીતલબેન મહેતા, આચાર્ય, સ્ટાફનું માર્ગદર્શન સતત મળતું રહે છે.