શ્રી વાપાળીયા પ્રાથમિક શાળાના ધોરણ ૭માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી રાજવીર ભરતભાઈ મહિડાએ અંડર-૧૪ તાલુકા કક્ષા સાંસદ ખેલ મહોત્સવમાં ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું નામ ઉજાગર કર્યું છે. હવે તે જિલ્લા કક્ષાએ જાફરાબાદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આ માટે શાળા પરિવાર દ્વારા તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.









































