તા. ૬ ડિસેમ્બરના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરનો ૭૦મો મહાપરિનિર્વાણ દિવસ હોવાથી, ચલાલા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલાના આંબેડકર ચોક ખાતે સમસ્ત દલિત સમાજ તેમજ ગ્રામજનોએ એકત્ર થઈને મીણબત્તી પ્રજ્વલિત કરી હતી અને બાબાસાહેબને હારતોરા કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે દલિત સમાજના પ્રમુખ મેઘજીભાઈ વાળા, કાનજીભાઈ રાઠોડ, ડી.પી. રાઠોડ, દેવશીભાઈ (પેટ્રોલપંપ), રામજીભાઈ પરમાર તેમજ ભયલુભાઈ વાળા સહિતના આગેવાનો અને લોકોએ હાજરી આપી હતી.





































