જાફરાબાદ કોર્ટે એક જ દિવસમાં અલગ અલગ ૫ ગુનાઓમાં સંડોવાયેલા કુલ ૮ વ્યક્તિઓને સજા અને દંડ ફટકારતાં કાયદાનું ઉલ્લંઘન કરનારા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાફરાબાદના જ્યુડી. મેજી. ફર્સ્ટ ક્લાસ પી.એમ. કામદારે એ.પી.પી. દિવ્યેશ બી. ગાંધીની દલીલો તેમજ રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓનું મૂલ્યાંકન કરીને આ મહ¥વના ચુકાદાઓ આપ્યા હતા. જુદા જુતા કેસની વાત કરીએ તો લાઈટ બિલની રકમ ઉઘરાવવા ગયેલા ઁય્ફઝ્રન્ના હેલ્પર રાણીંગભાઈ બાંભણીયાને વીજ કનેક્શન કાપી નાખવાનો ખાર રાખીને લાકડી અને ઢીકાપાટુ વડે માર મારવાના કેસમાં આરોપી યુવરાજભાઈ મનુભાઈ કોટીલાને કોર્ટે એક વર્ષની સખત કેદ અને રૂ. ૨,૦૦૦/- દંડ ફટકાર્યો છે. ખેતરમાં પાણી વાળવાના સામાન્ય વિવાદમાં જગદીશભાઈ કાનાણીના માથા પર પાવડાનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં આરોપી વિપુલભાઈ ભગવાનભાઈ મુલાણીને ત્રણ મહિનાની સાદી કેદ અને રૂ. ૧,૦૦૦/- દંડ કરાયો છે. ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરીને ફરિયાદી ગીતાબેનના ઘર પર પથ્થરના ઘા કરવા અને તેમની ટ્રાવેરા ગાડીના કાચ તથા હેડલાઈટ તોડીને રૂ. ૫,૦૦૦/- નું નુકસાન
આભાર – નિહારીકા રવિયા કરવા બદલ આરોપીઓ રમેશભાઈ અને મનિષભાઈ વાઘેલાને એક વર્ષની સાદી કેદ અને પ્રત્યેકને રૂ. ૧,૦૦૦/- દંડ કરાયો છે. પાણી ઢોળવાના મુદ્દે થયેલા ઝઘડામાં ફરિયાદી શાંતુબેન બારૈયા અને તેમના પતિને લાકડાના ધોકા વડે માર મારવાના કેસમાં સાસુ લક્ષ્મીબેન બારૈયા, જેઠ બચુભાઈ અને જેઠાણી ભાવનાબેન એમ ત્રણેય આરોપીઓને એક વર્ષની સાદી કેદ અને પ્રત્યેકને રૂ. ૧,૦૦૦/- દંડ કરવામાં આવ્યો છે.








































