પરિવહન માટે અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં મોટાભાગના લોકો કેબનો ઉપયોગ કરતા હોય છે. ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓના ઊંચા કમિશનના કારણે લોકોએ કેબનું ઊંચુ ભાડું ચૂકવવું પડી રહ્યું છે. જા કે, હવે ખાનગી કેબની સામે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ‘ભારત ટેક્સી’ સેવા શરૂ કરવામાં આવી છે. ૨૦મી નવેમ્બરે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં આ ટેક્સી સેવાનું સોફ્ટ લોંન્ચિગ થશે. હાલ કેબના ડ્રાઈવરોએ ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓને જે ઊંચું કમિશન ચૂકવવું પડી રહ્યું છે તે ચૂકવવું નહીં પડે જેના કારણે કાર ચલાવનારને ફાયદો થશે. જેના કારણે લોકોને ભાડામાં પણ રાહત મળી શકે છે.આ અંગે સહકાર વિભાગના ઉચ્ચ અધિકારી ગૌતમ ગાંગુલીએ જણાવ્યું હતું કે,ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટથી ભારત ટેક્સી સેવાનું ૨૦મી નવેમ્બરે સોફ્ટ લોંન્ચિગ થશે. જો તમારી પાસે ટેક્સી કે ઓટો છે કોમર્શિયલ લાયસન્સવાળી, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્સ્યોરન્સ છે, ડ્રાઈવર વેરિફાઈડ છે તો તમે આ ટેક્સી સેવા માટે મેમ્બર બની શકશો. ભારત ટેક્સી સેવા છે એ ભારત સરકારની કો-ઓપરેટિવ મિનિસ્ટ્રી વિભાગની હેઠળ આવે છે એટલે તે પ્રોફિટ માટે તો કામ નહીં કરે, જે રીતે પ્રાઈવેટ ઓર્ગેનાઈઝેશન કરે છે કમિશન લે છે. આ ટેક્સી સેવા એ પ્રકારની નથી. આ ટેક્સી સેવામાં ડ્રાઈવર જ માલિક છે.વધુમાં તેઓએ જણાવ્યું કે,ડ્રાઈવર જે પણ કમાશે તે તેની પાસે જ રહેશે. હાલ આ પ્રકારનું મોડેલ છે. અત્યારે દિલ્હીમાં આ ટેક્સી સેવા સોફ્ટ લોન્ચ થઈ ચૂકી છે અને હવે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં આ ટેક્સી સેવા અંદાજે ૨૦ નવેમ્બરથી સોફ્ટ લોન્ચ કરવામાં આવશે. આ સેવા શક્ય તેટલી શરુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.દેશમાં ટેક્સી સેવાનો એક નવો યુગ શરુ થવાનો છે. દિલ્હીમાં પાયલોટ પ્રોજેક્ટ શરુ થશે, તેમાં ૬૫૦ ડ્રાઈવરો સામેલ છે. ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાં પણ ટ્રાયલ શરુ કરાશે. આ સેવામાં પુરુષોની સાથે મહિલાઓને પણ સામેલ કરવાની યોજના છે. ૫,૦૦૦ ડ્રાઇવર અને મહિલા “સારથિ” આ કાર્યક્રમમાં જાડાઈ જશે.હાલમાં અનેક ખાનગી કંપનીઓ ટેક્સી સેવાઓ પ્રદાન કરે છે, પરંતુ સલામતીની ચિંતાઓ ઘણીવાર ઉઠાવવામાં આવી છે, તેથી કેન્દ્ર સરકાર પોતાની નિયંત્રિત ટેક્સી સેવા શરૂ કરી રહી છે.ભારત ટેક્સી એ સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી સરકારની માલિકીની કેબ સેવા છે. ડ્રાઈવરો પાસે માલિકી હક્કો પણ હશે. આ સેવા સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ હેતુ માટે સહકારી લિમિટેડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.સહકાર ટેક્સી આ સેવાનું સંચાલન કરશે, જ્યારે તેના શાસન માટે એક કાઉંસીલની રચના કરવામાં આવી છે. જેમાં અમૂલના સ્ડ્ઢ જયેન મહેતાને કાઉંસીલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. વિવિધ સહકારી સમિતિઓના અન્ય ૮ સભ્યો પણ આ કરારમાં સામેલ છે.એપ અને ભાષા ભારત ટેક્સીની એપ ઓલા-ઉબેર જેવી જ હશે. તે ટૂંક સમયમાં જ એપ સ્ટોર્સ પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે. આ એપ હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે. દરેક રાઈડમાંથી થતી કમાણીનો ૧૦૦ એ ૧૦૦ ટકા ભાગ ડ્રાઈવરોને જ મળશે. તેમની પાસેથી નજીવી દૈનિક, સાપ્તાહિક અથવા માસિક ફી લેવામાં આવશે. પહેલા તબક્કામાં ૧૦૦ મહિલા ડ્રાઈવરો જાડાશે.૨૦૩૦ સુધીમાં તે વધારીને ૧૫ હજાર કરવામાં આવશે.







































