પાર્ટીની મહિલા કાર્યકરો સિંદૂર એકત્રિત કરીને વડા પ્રધાન કાર્યાલયમાં મોકલશે, જેથી સરકારને તેની જવાબદારી યાદ અપાવી શકાય,ઉદ્ધવ ઠાકરે
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટÙમાં પણ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે દુબઈમાં રમાયેલી મેચને રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન ગણાવ્યું હતું અને લોકોને મેચ ન જાવાની અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટીની મહિલા કાર્યકરો સિંદૂર એકત્રિત કરીને વડા પ્રધાન કાર્યાલયમાં મોકલશે, જેથી સરકારને તેની જવાબદારી યાદ અપાવી શકાય. ટ્રેન્ડીંગ વીડિયો જાહેરાત આ પણ વાંચો – ભારત-પાકિસ્તાન મેચઃ ‘પાકિસ્તાન સાથે મેચ રમવી એ દેશ સાથે વિશ્વાસઘાત છે’, ગુસ્સે ભરાયેલા કેજરીવાલે પીએમ મોદી પર હુમલો કર્યો જાહેરાત ભાજપે ઉદ્ધવ પર બેવડું ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો રવિવારે, ભાજપે ઉદ્ધવ પર બેવડું ધોરણ અપનાવવાનો આરોપ લગાવીને વળતો પ્રહાર કર્યો. મહારાષ્ટÙ ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું, ‘ઉદ્ધવ ઠાકરે ભાજપ પર દેશભક્ત હોવાનો ડોળ કરવાનો આરોપ લગાવે છે, પરંતુ તેમણે કહેવું જાઈએ કે શું મુંબઈવાસીઓનું સિંદૂર ઓછું છે? ૨૬/૧૧ ના હુમલા પછી, સેના તૈયાર હતી, પરંતુ તે સમયે વડા પ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ ડરી ગયા હતા, જેનાથી પાકિસ્તાનનું મનોબળ વધ્યું હતું. આજે એ જ કોંગ્રેસ ઉદ્ધવનો પ્રિય પક્ષ છે, જ્યારે પાકિસ્તાનને તેના જ ઘરમાં પાઠ ભણાવનારા વડા પ્રધાન મોદી ઉદ્ધવને નાપસંદ છે.’
ભાજપના પ્રવક્તાએ એમ પણ પૂછ્યું કે ૨૬/૧૧ના હુમલા પછી ઉદ્ધવ કેમ ચૂપ રહ્યા અને શું તેમની પાસે રાહુલ ગાંધીને પ્રશ્નો પૂછવાની હિંમત છે? તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન પાકિસ્તાને દેશભરમાં કાવતરાં રચ્યા હતા, અને મુંબઈ પણ તેનો ભોગ બન્યું હતું. કોંગ્રેસને ‘પાકિસ્તાનની સમસ્યાનું મૂળ’ ગણાવતા, ભાજપના પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જા આપ્યો હતો, અને હવે એ જ કોંગ્રેસ ઉદ્ધવનો સૌથી નજીકનો સાથી છે.
તે જ સમયે, ભાજપ મીડિયા સેલના વડા નવનાથ બાને ઉદ્ધવ અને તેમના નજીકના નેતા સંજય રાઉત પર હુમલો કર્યો અને કહ્યું કે તેમનો રાષ્ટ્રવાદ ઉપરછલ્લો છે. ‘જા ઉદ્ધવ ખરેખર મેચનો વિરોધ કરે છે, તો પહેલા તેમના પોતાના સાથી મિલિંદ નાર્વેકરને રાજીનામું આપો, જે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની એપેક્સ કાઉન્સિલમાં છે. વાસ્તવિક રાષ્ટ્રવાદ ઘરેથી શરૂ થવો જાઈએ.’ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જા ઉદ્ધવનો પક્ષ પાકિસ્તાનનો આટલો વિરોધ કરે છે, તો તેમણે મુંબઈના ભીંડી બજાર અને માલવણી જેવા ભીડવાળા વિસ્તારોમાં જઈને પાકિસ્તાન સમર્થકોનો સામનો કરવો જાઈએ, અને માત્ર પ્રતીકાત્મક વિરોધ કરવો જાઈએ નહીં. મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમે પણ ઉદ્ધવ પર નિશાન સાધ્યું અને સોશિયલ મીડિયા પર તેમનો અને નાર્વેકરનો એક ફોટો શેર કર્યો અને પ્રશ્ન કર્યો કે ઉદ્ધવે ક્યારેય નાર્વેકરના વિચારો પર સવાલ કેમ ઉઠાવ્યા નહીં.
ઉદ્ધવ ઠાકરેએ શનિવારે તેમના પિતા અને શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘જ્યારે લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી, તો ક્રિકેટ અને લોહી પણ એક સાથે વહી શકતા નથી. આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન હોવો જાઈએ.’ સરકારની નવી રમત નીતિ અનુસાર, ભારત પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી નહીં રમે પરંતુ એશિયા કપ અને ટુર્નામેન્ટ જેવી બહુપક્ષીય ઇવેન્ટ્સમાં તેનો સામનો કરવાનું ચાલુ રાખશે.







































