એક કહેવત છે કે, જવાનીની પાછળ દુનિયા ચાલે છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ પછી નેપાળમાં પણ આ કહેવત સાચી થતી આપણે જાઈ રહ્યા છીએ. તો, અન્ય એશિયન દેશોની જેમ, શું નેપાળ પણ શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિનો સામનો કરશે? અમે આ નથી કહેતા, પરંતુ નેપાળની વર્તમાન પરિસ્થિતિઓ આ કહી રહી હોય તેવું લાગે છે. જો કોઈ લાંબા સમયથી દેશો પર શાસન કરતી સરકારોને ઉખેડી નાખવાની હિંમત કરી શકે છે, તો તે યુવાનો છે. નેપાળના ઇતિહાસમાં કદાચ પહેલી વાર નેપાળની સંસદ પર આવો હુમલો થયો હોય તેવું બન્યું છે.એક પછી એક કરીને નેપાળના તમામ શાસક નેતાઓના ઘરો કાં તો સળગાવી દેવામાં આવી રહ્યા છે અથવા તેઓ રાજીનામું આપીને આ આંદોલનથી બચી રહ્યા છે. સમાચાર લખાય ત્યાં સુધીમાં ગૃહમંત્રી રમેશ લેખક અને કૃષિમંત્રી રામનાથ અધિકારી સહિત ઘણા મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. પીએમ કેપી શર્મા ઓલી વિશે એવી પણ અટકળો ચાલી રહી છે કે તેઓ દેશ છોડીને ભાગી શકે છે. ઘણા વિપક્ષી નેતાઓ સરકાર પાસેથી રાજીનામાની માંગ કરી રહ્યા છે. કાઠમંડુના મેયર બાલેન શાહે તો વડાપ્રધાન પર પણ નિશાન સાધ્યું અને તેમને આતંકવાદી કહ્યા. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ કેપી ઓલીના પાર્ટી કાર્યાલયમાં આગ લગાવી દીધી છે અને ઘણી જગ્યાએ તોડફોડ પણ કરી છે.વિશ્લેષકોનું માનીએ તો આ આંદોલન ફક્ત આંતરિક નીતિઓ સામે જ નહીં, પરંતુ ચીન અને અમેરિકા સહિત અન્ય વિદેશી દેશો વચ્ચે નેપાળમાં વધતા વ્યૂહાત્મક પ્રભાવ સામે પણ એક પરોક્ષ પ્રતિક્રિયા હોઈ શકે છે. આ દરમિયાન નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. એવી અટકળો છે કે, તેઓ રાજીનામું પણ આપી શકે છે. પ્રદર્શનકારીઓએ નેપાળ કોંગ્રેસ કાર્યાલય પણ બાળી નાખ્યું છે. જા આપણે સમગ્ર ઘટનાને ધ્યાનથી જાઈએ તો, આખી ઘટના બાંગ્લાદેશના તખ્તાપલટ જેવી જ લાગે છે. જા કે, બાદમાં બાંગ્લાદેશના અવામી લીગ પાર્ટીએ મોહમ્મદ યુનુસ પર આરોપ લગાવતા કહ્યું કે, બાંગ્લાદેશમાં થયેલા આ હિંસક પ્રદર્શન કોઈ ક્રાંતિ ન હતી, પરંતુ વિદેશી શક્તિઓના સમર્થનથી ઇરાદાપૂર્વકનું પગલું હતું, બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના તખ્તાપલટની.હાલમાં જ બાંગ્લાદેશમાં યુવાનોનો ગુસ્સો રસ્તાઓ પર ભડકી ઉઠ્યો હતો અને તેમણે સંસદ અને સરકારી કચેરીઓ પર હુમલો કર્યો હતો. આ પહેલાં શ્રીલંકામાં પણ આર્થિક સંકટ અને મોંઘવારીથી પરેશાન જનતા રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનાઓમાં એક સામાન્ય બાબત સોશિયલ મીડિયાની ભૂમિકા હતી. ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મે યુવાનોને એકબીજા સાથે જાડ્યા, તેમને સંગઠિત કર્યા અને આંદોલનને આગની જેમ ફેલાવ્યું. તે માત્ર ગુસ્સાનો અવાજ નહોતો, પરંતુ સરકાર સામે પડકારનું એક મોટું શસ્ત્ર સાબિત થયું.નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં થયેલા બળવામાં સૌથી મોટી ભૂમિકા સોશિયલ મીડિયાની રહી છે. તો શું હવે સોશિયલ મીડિયા કંપનીઓ એટલી શક્તિશાળી બની ગઈ છે કે તેઓ કોઈપણ દેશમાં સત્તા પરિવર્તનનું કારણ બની શકે છે? સોશિયલ મીડિયાએ જનતાને અવાજ આપ્યો છે. યુવાનોને તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે ઊભા રહેવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે. આ લોકશાહીના નવા ચહેરા તરીકે ઉભરી આવ્યું છે. જા કે, તેના જાખમો પણ એટલા જ ગંભીર છે. સોશિયલ મીડિયા પર આવનારા ફેક ન્યૂઝ અને અફવાઓ સમગ્ર દેશનું વાતાવરણ બગાડે છે. ઘણી વખત બાહ્ય શક્તિઓ પણ આ પ્લેટફોર્મ દ્વારા દેશના રાજકારણને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે ઘણી સરકારો તેને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો માનીને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવા સુધી મજબૂર થઈ જાય છે.