અમરેલી તાલુકાના ખેડૂતોને સરકારી યોજનામાંથી સબસિડીમાં મંજૂર થયેલી સાધન સહાયનું તા.૦૮ના રોજ વિઠલપુરમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ માટે ખેતીવાડી ખાતા દ્વારા યોજાયેલા કેમ્પમાં વિઠલપુર, ચાંપાથળ, પીઠવાજાળ, તરકતળાવ અને રાજસ્થળી ગામના ખેડૂતોને થ્રેસર, ટ્રેક્ટર, ટ્રેકટરના સાધનો વગેરેનું વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઇ કાનપરીયા, ખેતી વિભાગના અધિકારીઓ-વિકાસ ડામોર, રાહુલભાઇ શેખવા, ગ્રામ સેવક માયાબેન કંડોળીયા, ગામના સરપંચ ભાવેશભાઇ ગોંડલીયા, ગામના આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.