અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ધારીના લાયન્સ ડેન રિસોર્ટ ખાતે સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયેલ હતો. અપેક્ષિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધારી વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજકોના સંયુક્ત પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાઓને ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકેની ફરજ/જવાબદારી/કર્તવ્ય અને સામાજીક વ્યવહાર અંગે માર્ગદર્શન આપેલ. આ અભ્યાસ વર્ગના વાલી તરીકે ભાવનગર ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા અને અમરેલી જિલ્લા પંચાયત સદ્દસ્યો ઉપસ્થિત રહેલ હતા.