ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી આઇપીએલ ૨૦૨૬ માં લખનૌ સુપર જાયન્ટ્‌સ ટીમનો ભાગ છે. ૫ એપ્રિલના રોજ,આઇપીએલ ૨૦૨૬ માં એસઆરએચ અને એલએસજી વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનૌ માટે રમતા, શમીએ શાનદાર બોલિંગ કરી. તેણે તેના ચાર ઓવરના સ્પેલમાં માત્ર ૯ રન આપ્યા અને બે મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી. શમીને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. શમીની શાનદાર બોલિંગે હૈદરાબાદને આ મેચમાં મોટો સ્કોર કરવાથી રોક્યું.
મોહમ્મદ શમીએ આ મેચમાં અભિષેક અને પછી હેડને આઉટ કરીને હૈદરાબાદની કમર તોડી નાખી. જીઇૐ હવે ઘરઆંગણે સંઘર્ષ કરી રહ્યું છે. શમીએ ધીમી બોલિંગથી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ બંનેને આઉટ કર્યા. અભિષેક આ મેચમાં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો, જ્યારે હેડ ૭ રન બનાવીને આઉટ થયો. શમી આ મેચમાં પોતાની ગતિ બતાવતો જાવા મળ્યો, જેના કારણે એસઆરએચના બેટ્‌સમેન તેની સામે દરેક રન માટે મરણિયા બન્યા.
મોહમ્મદ શમી આઇપીએલ ૨૦૨૫માં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ હતો.આઇપીએલ ૨૦૨૫ પહેલા યોજાયેલી મેગા ઓક્શનમાં એસઆરએચએ તેને ૧૦ કરોડમાં ખરીદ્યો. પરંતુ તેણે તે સિઝનમાં અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કર્યું ન હતું. તેથી, આ સિઝન પહેલા, હૈદરાબાદે તેને એલએસજી માં વેચી દીધો. આ ટ્રેડમાં કોઈ ખેલાડીની બદલી કરવામાં આવી ન હતી, પરંતુ એલએસજીએ હૈદરાબાદને પૂરા ૧૦ કરોડ ચૂકવ્યા. મોહમ્મદ શમીની વાત કરીએ તો, ગયા વર્ષે ફ્રેન્ચાઇઝ માટે રમાયેલી ૯ મેચમાં તે ફક્ત ૬ વિકેટ લઈ શક્યો હતો.
એલએલજી સામેની મેચમાં પીઓટીએમ એવોર્ડ જીત્યા પછી, મોહમ્મદ શમીએ કહ્યું, “અમે આ જીતથી ખૂબ ખુશ છીએ કારણ કે અમે ઘરઆંગણે અમારી પાછલી મેચ હારી ગયા હતા, તેથી આ મેચ જીતવી અમારા માટે ગતિ બનાવવા માટે મહત્વપૂર્ણ હતી. એકવાર તમે સારી શરૂઆત કરી લો, પછી જીતનો સિલસિલો ચાલુ રહે છે.” આ આઇપીએલ માટે પોતાની તૈયારી અંગે, તેમણે કહ્યું, “જા તમને ક્રિકેટ ગમે છે અને તમે કોઈપણ સ્તરે રમવા માંગતા હો, તો રમત સાથે જાડાયેલા રહેવું મહત્વપૂર્ણ છે. “જુઓ, જા તમે ઉચ્ચ સ્તરે પ્રદર્શન કરવા માંગતા હો, તો તમારી ફિટનેસ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.” પહેલા તમારે ફિટ રહેવું પડશે, પછી જ તમે તમારી કુશળતા બતાવી શકો છો.