(એ.આર.એલ),મુંબઇ,તા.૨
ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ રાજ્યના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય આશિષ દેશમુખે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાર્ટી સાથે અજિત પવારના ગઠબંધનથી ખુશ નથી. આ વિશ્વ માટે સ્પષ્ટ છે. ભાજપના સામાન્ય કાર્યકરને અજિત પવારની રાષ્ટવાદી કોંગ્રેસ સાથે જવાનું પસંદ નથી, તેણે સ્વીકાર્યું નથી. ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટના પ્રવક્તાએ કહ્યું કે મહારાષ્ટના સહકાર મંત્રી જે અજિત પવારની પાર્ટીના છે. તે મહારાષ્ટના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનીલ કેદારને મદદ કરી રહ્યા છે. જેની સામે ખેડૂતો નાગપુરના સાવનેરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરફથી આ પ્રકારનું નિવેદન પહેલીવાર આવ્યું છે. ભાજપના પ્રવક્તાના આ નિવેદન પછી અટકળો શરૂ થશે કે મહાયુતિમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે આ મામલે માત્ર સંઘ પ્રેરિત અખબારોમાં ટિપ્પણીઓ થતી હતી, પરંતુ હવે મહારાષ્ટ વિધાનસભા ચૂંટણી સમયે પાર્ટીના પ્રવક્તાના નિવેદન બાદ આ નિવેદન સાબિત કરી રહ્યું છે કે મહાયુતિમાં બધું બરાબર નથી.આશિષ દેશમુખે કહ્યું કે અજિત પવારના ક્વોટામાંથી નિયુક્ત કરાયેલા સહકાર મંત્રી દિલીપ બાલશે પાટીલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સુનીલ કેદારને મદદ કરી રહ્યા છે. મહારાષ્ટના મંત્રી દિલીપ બાલસે પાટીલ સુનીલ કેદારને બચાવવા માટે કામ કરી રહ્યા છે. આશિષ દેશમુખનું કહેવું છે કે કોર્ટે પૂર્વ મંત્રી સુનીલ કેદારને એનડીસીસી કૌભાંડમાં દોષિત ઠેરવ્યા અને સજા સંભળાવી. આ કૌભાંડના ૧,૪૪૪ કરોડ રૂપિયા વ્યાજ સહિત વસૂલવા અને અસરગ્રસ્ત ખેડૂતો અને ખાતાધારકોને પરત કરવાની માંગણી માટે આજથી અનિશ્ચિત મુદતના ઉપવાસ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે.