યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર માટે રાહતના મહત્વપૂર્ણ સમાચાર છે. આખરે, રેકોર્ડ ૪૩ દિવસના શટડાઉન પછી, યુએસ કોંગ્રેસે ફંડિંગ બિલ પસાર કર્યું છે. ટ્રમ્પ હવે ઓવલ ઓફિસમાં બિલ પર હસ્તાક્ષર કરશે, જે વિવિધ સરકારી કાર્યક્રમો માટે ભંડોળ પૂરું પાડશે. યુએસ કોંગ્રેસે બુધવારે ફેડરલ ફંડિંગ પેકેજને મંજૂરી આપી, જેનાથી ૪૩ દિવસના સરકારી શટડાઉનને સમાપ્ત કરવાનો માર્ગ મોકળો થયો. કોંગ્રેસમાં પસાર થયા પછી, ફંડિંગ બિલ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઓવલ ઓફિસમાં ફંડિંગ બિલ પર હસ્તાક્ષર કરશે.સુત્રો અનુસાર, આ પગલાથી યુએસ ઇતિહાસમાં સૌથી લાંબુ સરકારી શટડાઉન સમાપ્ત થાય છે, જે ટ્રમ્પની પાર્ટી, રિપબ્લિકના સભ્યો દ્વારા ઓબામાકેર સંબંધિત કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યા બાદ અઠવાડિયાના રાજકીય મડાગાંઠને કારણે થયું હતું. યુએસ સેનેટે ફંડિંગ બિલ પસાર કર્યા પછી, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે તેને મંજૂરી આપી, જેમાં લગભગ તમામ રિપબ્લિકકન અને કેટલાક ડેમોક્રેટ્‌સે તરફેણમાં મતદાન કર્યું.ઉલ્લેખનીય છે કે આ બિલ પસાર થયા પછી, યુએસમાં સરકારી કામગીરી તાત્કાલિક ફરી શરૂ થશે, જેમાં ૩૦ જાન્યુઆરીની નવી ફંડિંગ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જાકે  અહેવાલ મુજબ,એસએનએપી,ડલ્યુઆઇસી અને વેટરન્સ સેવાઓ સહિત અનેક મુખ્ય કાર્યક્રમો ૨૦૨૬ નાણાકીય વર્ષના અંત સુધી ભંડોળ પૂરું પાડવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, જેરેડ ગોલ્ડન, મેરી ગ્લુસેનકેમ્પ પેરેઝ, એડમ ગ્રે, હેનરી કુએલાર, ટોમ સુઓઝી અને ડોન ડેવિસ સહિત છ ડેમોક્રેટિક કાયદા ઘડનારાઓએ પાર્ટી લાઇન તોડીને ફંડિંગ બિલને ટેકો આપ્યો હતો. તેનાથી વિપરીત, રિપબ્લિકકન કાયદા ઘડનારા થોમસ મેસી અને ગ્રેગ સ્ટુબે તેની વિરુદ્ધ મતદાન કર્યું.