સાવરકુંડલાના મણીનગરના ૨૯ વર્ષીય રહેવાસી ઇમરાનભાઇ ઉર્ફે ટીમો યુસુફભાઇ સુમરા (ધંધો.ખેતીકામ) સામે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં અને અમરેલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હતા. આ આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા દસેક માસથી નાસતો ફરતો હતો. આ આરોપીને ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સના આધારે સાવરકુંડલા ટાઉન
પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડીને કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ.કુગસીયા, એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ અમરેલીયા, હેડ કોન્સ.નાગભાઇ કીકર, પો.કોન્સ.જયપાલસિંહ ગોહિલ તથા ભરતભાઈ શીરોલીયા દ્રારા કરવામાં આવેલ છે.