કમુરતા ઉતરતા જ ભાજપમાં નવાજૂની થઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નવી કારોબારી ટીમ જાહેર કરી છે. આવામાં તેઓએ નવી કારોબારીમાં જૂના જાગીઓના પત્તા કાપી નાંખ્યા છે. નવી કારોબારી ટીમમાં અનેક નવા ચહેરા જાવા મળશે.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનાત્મક નીયુંમ્કઓ કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા સંગઠનના પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ કારોબારીના સભ્યો અને વિશેષ કારોબારી સભ્યોની પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આવામાં જગદીશ વિશ્વકર્મા માટે સૌથી મોટો લિટમસ ટેસ્ટ આગામી વિધાનસભાની ચૂંટણી છે, જે વર્ષ ૨૦૨૭ માં આવનાર છે. આવામાં સોમવારે જાહેર થયેલી પ્રદેશ કારોબારી પર એ મુજબ ફોકસ કરવામાં આવ્યું છે.
કારોબારીમાં વજુભાઈ વાળાનો સમાવેશ કરાયો છે. દાયકા બાદ વજુભાઈ વાળાની સક્રિયતા રાજકારણમાં ફરી જાવા મળશે. તો સાંસદ પરસોત્તમ રૂપાલા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી આર. સી.ફળદું, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી અને સાંસદ નરહરી અમિન સહિતને સ્થાન અપાયું છે. દર્શનાબેન જરદોશ, ભાનુબેન બાબરીયા, ગૌતમ શાહ અને ઋત્વજ પટેલ સહિતના દિગ્ગજાને નવી ટીમમાં મળ્યું સ્થાન મળ્યું છે.
રાજકોટના રાજકારણમાં જેમનું મોટું નામ છે તેવા ભાનુબેન બાબરીયા અને ધનસુખભાઈ ભંડેરીને કારોબારીમાં સમાવાયા
અમદાવાદમાંથી યુવા નેતા ડા. ઋત્વજ પટેલ, પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ અને બિજલબેન પટેલ જેવા અનુભવી ચહેરાઓને સ્થાન મળ્યું
ઉત્તર ગુજરાતમાંથી જયરાજસિંહ પરમાર અને નીતિનભાઈ પટેલનો સમાવેશ
મધ્ય-દક્ષિણ ગુજરાતમાંથી નિમીષાબેન સુથાર અને હર્ષદભાઈ વસાવાની પસંદગી
ગાંધીનગરથી દુષ્યંતભાઈ પંડ્યા અને અનિતાબેન પરમારનો સમાવેશ
નવા પ્રદેશ પ્રમુખ નેતાઓએ જૂના કારોબારીમાંથી અનેક નેતાઓની બાદબાકી કરી છે. જેમં કુલ ૩૯ નેતાઓને કાપવામાં આવ્યા છે. તેમજ ૧૯ મહિલાઓ નેતાઓનો કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જગદીશ વિશ્વકર્માની નવી ટીમ સામે અનેક પડકારો છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. આવામાં આ ટીમ અત્યારથી માર્કેટમાં ઉતરશે તો ચૂંટણીમાં તેની અસર જાવા મળશે. નવી ટીમ દ્વારા આગામી રાજકીય પડકારો અને ચૂંટણીલક્ષી રણનીતિને ધ્યાનમાં રાખીને સંગઠનને ચુસ્ત બનાવવાનો સંકેત આપ્યો છે.
આભાર – નિહારીકા રવિયા



































